'મ્યુઝિક મનોરંજન' ડીડી ગિરનારનો એક નવો જ કાર્યક્રમ
Live TV
-
ડીડી ગિરનાર એક નવો જ કાર્યક્રમ રજુ કરવા જઈ રહ્યું છે, મ્યુઝિક મનોરંજન. આ કાર્યક્રમનું લોન્ચીંગ આવતી કાલે સાંજે 4.30 વાગ્યે થશે. આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ આપ ડીડી ગિરનાર અને ડીડી ગિરનારના ઓફિશિયલ યુ ટયુબ ચેનલ પર માણી શકશો. આ કાર્યક્રમમાં સુપર સ્ટાર વિક્રમ ઠાકોર, યુવા લોકગાયક આદિત્ય ગઢવી, બેચર ઠાકોર, ગાયક બેલડી વનિતા પટેલ, મિત્તલ રબારી, હરિ ભરવાડ, અરવિંદ વેગડા, સાગર પટેલ ઉપસ્થિત રહેશે. તો કાર્યક્રમનું સંચાલન લોકસાહિત્યકાર યોગેશ ગઢવી કરશે. આ કાર્યક્રમ દર શુક્રવારે સાંજે 7.30 થી 8.30 નિહાળી શકશો અને ફોન કરીને ચુનંદા લોકગીતની ફરમાઈશ કરી શકશો.
