રોહિંગ્યા રેફ્યૂજી કેમ્પની મુલાકાત લઈને સોશિયલ મીડિયામાં ટ્રોલ થઇ પ્રિયંકા
Live TV
-
પોતાની પોસ્ટમાં પ્રિયંકાએ લખ્યુ કે, 'યૂનિસેફની એક ફિલ્ડ વિઝિટ હેઠળ હાલમાં હુ દુનિયાનાં સૌથી મોટા રેફ્યુજી કેમ્પમાંથી એક બાંગ્લાદેશનાં કોક્સ બજારમાં છું
બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા ફરી એક વખત ટ્રોલ થઇ છે આ વખતે પ્રિયંકા રોહિંગ્યા રિફ્યૂજી કેમ્પમાં જઇને ટ્રોલ થઇ છે. પ્રિયંકા ચોપરા યૂનિસેફ તરફથી બાંગ્લાદેશનાં કોક્સ બજારમાં રોહિંગ્યા રેફ્યૂજી કેમ્પમાં ગઇ હતી અને તેણે તેનાં ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર બાળકોને મળી હોવાની તસવીરો પોસ્ટ કરી હતી. જેની સાથે એક લાંબો મેસેજ પણ લખ્યો હતો.
પોતાની પોસ્ટમાં પ્રિયંકાએ લખ્યુ કે, 'યૂનિસેફની એક ફિલ્ડ વિઝિટ હેઠળ હાલમાં હુ દુનિયાનાં સૌથી મોટા રેફ્યુજી કેમ્પમાંથી એક બાંગ્લાદેશનાં કોક્સ બજારમાં છું. 2017નાં મધ્યમાં મ્યાન્મારમાં જે થયુ છે તે હિંસાને આશરે 7,00,000 રોહિંગ્યા સમાજનાં લોકો બેઘર થઇ ગયા. તેમને બોર્ડર પાર બાંગ્લાદેશમાં આવીને શરણ લેવી પડી. જેમાં 60 ટકા બાળકો છે. '
પ્રિયંકાએ આ બાદ વધુ એક ટ્વિટ કરી. આ ટ્વિટમાં તેણે લખ્યુ કે જો આપ રેફ્યુજી કેમ્પનાં મારા અનુભવ અંગે જાણવા ઇચ્છો છો તોમારા ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટને ફોલો કરો.
પ્રિયંકાની આ ટ્વિટ પર લોકોએ કમેન્ટ કરતાં લખ્યું કે તે દેશનાં ગરીબ બાળકોને જોવા કેમ નથી આવતી. કેટલાંક યુઝર્સે લખ્યુ કે તે ફોલોઅર્સ વદારવા માટે આ કામ કરે છે તો કેટલાંકે તેને સેલ્ફી સ્ટંટ પણ કહ્યું, જોકે ઘણાં લોકો પ્રિયંકાનાં સપોર્ટમાં પણ કમેન્ટ કરી અને લખ્યુ કે, જ્યારે તે કંઇક સારુ કામ કરે છે તો લોકોએ તેને આ રીતે ટ્રોલ ન કરવી જોઇએ.
આપને જણાવી દઇએ કે, પ્રિયંકા યૂનાઇટેડ નેશંસ ચિલ્ડ્રન્સ ફંડ્સ ફોર ચાઇલ્ડ રાઇટ્સની ગુડવિલ એમ્બેસેડર છે. આ હેઠળ તે બાંગ્લાદેશની રિફ્યૂઝી કેમ્પમાં રહેતા બાળકોને મળી હતી. પ્રિયંકા ગત વર્ષે પણ આમ જ કેમ્પમાં રહેલા સીરિયન બાળકોને મળવા જોર્ડન ગઇ હતી.