‘કૌન બનેગા કરોડપતિ’નુ રેકોર્ડિંગ શરૂ
Live TV
-
ગેમમાં આવી રીતે લઈ શકશો ભાગ, કેબીસીના 10મી સીઝનમાં 30 એપિસોડ પ્રસારિત થશે.
અમિતાભ બચ્ચને રિયાલિટી ગેમ શો કૌન બનેગા કરોડપતિની 10મી સીઝનના ઈન્ટ્રોક્શન પાર્ટનું રેકોર્ડિંગ શરૂ કરી દીધું છે. અમિતાભે ટ્વિટ કરીને લખ્યું છે કે, સવારે 4.45 કલાકે રેકોર્ડિંગ કર્યું, અત્યારે જ કામ કરીને પરત ફર્યો છું. શુક્રવારે સવારે 8 કલાકે કેબીસીનું રેકોર્ડિંગ શરૂ કરીશ. કૌન બનેગા કરોડપતિની 10મી સીઝન માટે 6 જૂનથી રજિસ્ટ્રેશન પ્રોસેસ શરૂ થશે. ઓગસ્ટમાં શો લોન્ચ થશે. કેબીસીના 10મી સીઝનમાં 30 એપિસોડ પ્રસારિત થશે.
તો રજિસ્ટ્રેશન 6 જૂનથી બિગબી રોજ રાત્રે 8.30 કલાકે ટીવી પર દર્શકોને સવાલ કરશે. ગેમ શો માટે દર્શક ખુદ સવાલનો જવાબ આપીને રજિસ્ટર કરી શકે છે. સવાલનો જવાબ SMS, IVRS ઉપરાંત સોની LIV દ્વારા પણ આપી શકે છે. આ પ્રોસેસ 20 જૂન સુધી ચાલશે. સૌથી વધુ સવાલના જવાબ આપનારાઓને ઓડિશન માટે બોલાવવામાં આવશે.
ગત વર્ષની જેમ આ વર્ષે પણ ગેમ શોના ફોર્મેટમાં બદલાવ કરવામાં આવશે. તમને બતાવી દઈએ કે, અમિતાભે વર્ષ 2000માં કૌન બનેગા કરોડપતિની સાથે ટીવીની દુનિયામાં પગ મૂક્યો હતો.
કેબીસી-9 ટીઆરપીના મામલે અન્ય શોઝને પછાડીને ટોપ પર પહોંચી ગયું હતું. હોસ્ટ અમિતાભ બચ્ચન અને અનેક શાનદાર કન્ટેસ્ટ્ંટને કારણે આ શોને દર્શકો દ્વારા બહુ જ પસંદ કરાયો હતો. કેબીસી-9ની વિજેતાનું નામ છે અનામિકા મજુમદાર. તે ઝારખંડના જમશેદપુરની રહેવાસી છે.