છેલ્લા 24 કલાકમાં 24 જિલ્લાના 111 તાલુકામાં મધ્યમથી ભારે વરસાદ નોંધાયો
Live TV
-
રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં ચોમાસું જામ્યું છે ત્યારે છેલ્લા 24 કલાકમાં 24 જિલ્લાના 111 તાલુકામાં મધ્યમથી ભારે વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વલસાડના કપરાડામાં સૌથી વધુ સાડા પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે. જયારે ધરમપુરમાં 4 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. 6 તાલુકામાં 2 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગની આગાહી મુજબ અમરેલી, ભાવનગર,આણંદ, ભરુચ, સુરત, નવસારી, વડોદરામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. તો હવામાન વિભાગના અધિકારી મનોરમા મોહંતીએ જણાવ્યુ છે કે, રાજ્યમાં મેઘમહેર યથાવત રહેશે. જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ યથાવત રહેશે. સૌરાષ્ટ્રને બાદ કરતા અન્ય વિસ્તારોમાં મઘ્યમ વરસાદ રહેશે. જ્યારે અમદાવાદમાં પણ છુટોછવાયો વરસાદ થઇ શકે છે. આગામી 23મી જુલાઇએ બંગાળની ખાડીમાં હવાનું હળવું દબાણ સર્જાતા 24 જુલાઇથી ફરીથી ભારે વરસાદ થઇ શકે તેમ છે. જેથી આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.રાજ્યમાં અત્યાર સુધીમાં સીઝનનો કુલ 24.64 ટકા વરસાદ નોંધાયો છે.
