રાજકોટ એઇમ્સનો LOGO જાહેર, ગાંધીજીના ચરખા સાથે 33 જિલ્લાની ઓળખ
Live TV
-
ગુજરાતમાં રાજકોટ ખાતે એઈમ્સ હોસ્પિટલને કેન્દ્ર સરકારે મંજૂરી આપ્યા બાદ પુરજોશમાં કામગીરી ચાલી રહ્યું છે. રાજકોટ ખાતે એઈમ્સ હોસ્પિટલને બનાવવામાં રૂ. 1195 કરોડનો ખર્ચ થશે. હોસ્પિટલમાં 750 બેડની સવલત ઊભી કરાશે. પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના અંતર્ગત આ હોસ્પિટલનું નિર્માણ થઈ રહ્યું છે. રાજકોટ એઇમ્સ દ્વારા હાલ તેનો LOGO જાહેર કરાયો છે. રાજકોટ એઇમ્સ દ્વારા ટ્વિટ કરીને LOGO જાહેર કરવામાં આવ્યો છે. LOGO માં ગુજરાતની કલા અને સાંસ્કૃતિક ધરોહરને સમાવવામાં આવી છે. આ સિવાય LOGOમાં ગાંધી ચરખો, સ્ટેચ્યુ ઓફ યુનિટી, બાંધણી ડિઝાઇન, સિંહ અને દાંડિયાની પ્રતિકૃતિ રાખવામાં આવી છે.
