Skip to main content
Settings Settings for Dark

છોટાઉદેપુર જિલ્લાની ઓરસંગ નદીમાં ભારે પાણીની આવક થતા નદી બે કાંઠે

Live TV

X
  • છોટાઉદેપુર જિલ્લાની ઓરસંગ નદીમાં ભારે પાણીની આવક થતા નદી બે કાંઠે વહી રહી છે. ઉપરવાસ મધ્યપ્રદેશમાં વરસાદના પગલે છોટાઉદેપુર જિલ્લાની જીવાદોરી સમાન ઓરસંગ નદીમાં પાણીની આવક થઈ છે. મધ્યપ્રદેશથી નીકળી 100 કિલોમીટરનું અંતર કાપી પવિત્ર યાત્રાધામ ચાંદોદ ખાતે નર્મદાને મળતી ઓરસંગ નદી છોટાઉદેપુર જિલ્લાની જીવાદોરી સમાન છે. આજે ઉપરવાસ મધ્યપ્રદેશમાં વરસાદના પગલે ઓરસંગ નદી છોટાઉદેપુર નજીકથી બે કાંઠે વહી રહી છે. નવનિર્મિત ચેકડેમ ઓવરફ્લો થતાં આહલાદક દ્રશ્યો સર્જાયા છે. જો કે, છોટાઉદેપુર જિલ્લામાં અત્યાર સુધી માત્ર સરેરાશ 16 ટકા જ વરસાદ નોંધાયો છે પરંતુ ગઈકાલથી જિલ્લામાં વરસાદી માહોલ સર્જાતા ખેડુતોમાં હર્ષની લાગણી વર્તાઈ રહી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply