અંકલેશ્વરઃ વિદ્યાર્થીઓને સરકાર દ્વારા શેરી શિક્ષણ આપવાનો અભિગમ દાખવ્યો
Live TV
-
કોરોનાના કપરા સમયમાં છેલ્લા દોઢ વર્ષથી શાળાઓમાં શિક્ષણ કાર્ય બંધ છે પરંતું ઓનલાઇન શિક્ષણ આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ધણા મધ્યમ અને ગરીબ વર્ગના વિદ્યાર્થીઓ પાસે મોબાઇલ કે ટીવીની સુવિધા ન હોય તેવા વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચીત ન રહી જાય તે માટે સરકાર દ્વારા શેરી શિક્ષણ આપવાનો અભિગમ દાખવ્યો છે. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સંચાલીત પ્રાથમિક શાળાના શિક્ષકોએ મોબાઇલ રહીત વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચીત ન રહે તે માટે , તેઓ માટે તેમના ઘર આંગણે તેમની શેરીમાં, ફળીયામાં જઇને તેમને શિક્ષણ આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. આમ સરકારે શાળા બંધ છે પરંતુ શિક્ષણ નહીનો અભિગમ દાખવ્યો છે.
