મુખ્યમંત્રીના હસ્તે નરસિંહ મહેતા યુનિવર્સિટી પદવીદાન સમારંભમાં સ્નાતકોને ડિગ્રી એનાયત
Live TV
-
મુખ્યમંત્રી આજે જૂનાગઢ નરસિંહ મહેતા યુનિવર્સિટી પદવીદાન સમારંભમાં હાજર રહ્યા હતા જેમાં સ્નાતકોને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. આ પ્રસંગે જાણીતા કથાકાર રમેશભાઈ ઓઝાને પણ ફિલોસોફીમાં ડોક્ટરેટની ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે કોરોના હજી સંપૂર્ણપણે નાબૂદ નથી થયો એટલે આવતા દિવસોમાં જન્માષ્ટમી ના મેળાઓ યોજાશે કે નહીં તે અંગે કેબિનેટની બેઠકમાં ચર્ચા કર્યા પછી નિર્ણય કરવામાં આવશે તેમજ શાળાઓ અને શિક્ષણ વિશે સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવશે.
મુખ્યમંત્રી આજે બપોર બાદ જૂનાગઢ ઐતિહાસિક ઉપરકોટ કિલ્લાની મુલાકાત પણ લેશે, અત્રે ઉલ્લેખનીય છે કે જર્જરિત થયેલા ઐતિહાસિક ઉપરકોટના કિલ્લામાં રિસ્ટોરેશનની કામગીરી ચાલી રહી છે તેમાં ગુજરાત ટુરિઝમ વિભાગ દ્વારા 45 કરોડના ખર્ચે રિસ્ટરેશનની કામગીરી ચાલી રહી છે મુખ્યમંત્રીએ આ રિસ્ટોરેશન કામગીરીને નિરીક્ષણ કર્યું હતું અને જરૂરી સૂચનો આપી પ્રવાસીઓ માટે આ સ્થળ આકર્ષણનું કેન્દ્ર બને તેવા પ્રયાસો હાથ ધરવામાં સૂચનાઓ આપી હતી. પ્રવાસન મંત્રી જવાહરભાઈ ચાવડાએ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતા.
