છોટાઉદેપુર જિલ્લાની જીવાદોરી સમાન ઓરસંગ નદીમાં પાણીની આવકમાં વધારો
Live TV
-
ચોમાસાની ઋતુમાં સતત વરસાદ નોંધાતા નદીઓ અને નાળાઓમાં પાણીની આવક વધી રહી છે. છોટાઉદેપુર જિલ્લાની ઓરસંગ નદીમાં ભારે પાણીની આવક થતા નદી બે કાંઠે વહી રહી છે. ઉપરવાસ મધ્યપ્રદેશમાં વરસાદના પગલે છોટાઉદેપુર જિલ્લાની જીવાદોરી સમાન ઓરસંગ નદીમાં પાણીની આવક થઈ છે. મધ્યપ્રદેશથી નીકળી 100 કિલોમીટરનું અંતર કાપી પવિત્ર યાત્રાધામ ચાંદોદ ખાતે નર્મદાને મળતી ઓરસંગ નદી છોટાઉદેપુર જિલ્લાની જીવાદોરી સમાન છે.
નવનિર્મિત ચેકડેમ ઓવરફ્લો થતાં આહલાદક દ્રશ્યો સર્જાયા છે.
