અંકલેશ્વર તાલુકામાં સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આયુષ્યમાન ભવઃ આરોગ્ય મેળાનું આયોજન કરાયું
Live TV
-
આરોગ્ય મેળામાં સ્ત્રી રોગ, બાળરોગ, હાડકા, સર્જરી, ફિજીશીયન, આંખના રોગ સહીતના રોગોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગામના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ભરૂચ જિલ્લા આરોગ્ય વિભાગ, તાલુકા આરોગ્ય વિભાગ અને ભરૂચની કિરણ મેડિકલ કોલેજના ઉપક્રમે આયુષ્યમાન ભવઃ આરોગ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ આરોગ્ય મેળામાં વિવિધ રોગોના દર્દીઓ ઉમટી પડ્યા હતા. સાથે લાભાર્થીઓના હેલ્થ આઈડી કાર્ડ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ આયુષ્યમાન આરોગ્ય મેળામાં અંકલેશ્વર તાલુકા પંચાયતના પ્રમુખ પુષ્પા પટેલ ,તાલુકા આરોગ્ય અધિકારી ડોકટર સુશાંત કઠોરવાલા, ગડખોલ ગામના સરપંચ મંજુલા પટેલ. કિરણ મેડિકલ કોલેજના ડોકટર પરાગ પંડ્યા, સામુહિક આરોગ્ય કેન્દ્રના સુપ્રિટેન્ડન્ટ બિનોય શર્મા સહીતના આગેવાનો હાજર રહ્યા હતા.
આ કાર્યક્રમ અંતર્ગત ભરૂચ જિલ્લા આરોગ્ય વિભાગ ,અંકલેશ્વર તાલુકા આરોગ્ય વિભાગ અને ભરૂચની કિરણ મેડિકલ કોલેજના સંયુક્ત ઉપક્રમે અંકલેશ્વરના ગડખોલ ગામ ખાતે આવેલ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ભરૂચ જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન અનિલ વસાવા, આયુષ્યમાન આરોગ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં અંકલેશ્વરના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને કિરણ મેડિકલ કોલેજના તબીબો હાજર રહ્યા હતા આ આરોગ્ય મેળામાં સ્ત્રી રોગ, બાળરોગ, હાડકા, સર્જરી, ફિજીશીયન, આંખના રોગ સહીતના રોગોને આવરી લેવામાં આવ્યા હતા. સાથે સામુહિક આરોગ્ય કેન્દ્રની લેબોરેટરીની સેવા પણ લેવામાં આવી હતી. આ આયુષ્યમાન આરોગ્ય મેળામાં મોટી સંખ્યામાં વિવિધ રોગોના દર્દીઓ ઉમટી પડ્યા હતા. સાથે આભા જનરેશનની કામગીરી અંતર્ગત લાભાર્થીઓના હેલ્થ આઈ.ડી.કાર્ડની કામગીરી પણ કરવામાં આવી હતી.
