Skip to main content
Settings Settings for Dark

'વાઇબ્રન્ટ ગુજરાત, વાઇબ્રન્ટ જિલ્લા' અંતર્ગત નર્મદા જિલ્લામાં 153 કરોડના MOU થયાં

Live TV

X
  • 'વાઇબ્રન્ટ ગુજરાત, વાઇબ્રન્ટ જિલ્લા' અંતર્ગત નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી તેમજ અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના રાજ્યકક્ષાના મંત્રી ભીખુસિંહજી પરમારની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો, જેમાં 21 જેટલા ઉદ્યોગકારોએ 153 કરોડના MOU કર્યા.

    સાથે જ સ્ટેચ્યુ ઓફ યુનિટી, નર્મદા ડેમ વ્યુ-પોઇન્ટ ખાતે વિવિધ સ્ટોલ-પ્રદર્શન પણ યોજાયુ, જેમાં સ્થાનકો દ્વારા બનાવવામાં આવેલ રમકડાં અને અન્ય હસ્ત-કલા કારીગરીની પ્રદર્શની યોજાઈ. ગુજરાત સરકારના પ્રયત્નો છે કે જિલ્લામાં અને ઘર આંગણે જ પ્રજાને રોજગારી મળે. 

    ત્યારે આજના આ MOU દ્વારા મોટી સંખ્યામાં રોજગારી પ્રાપ્ત થશે તેવો આશાવાદ રાજ્યકક્ષાના મંત્રી ભીખુસિંહજી પરમારએ વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમ ધારાસભ્ય ડો.દર્શના દેશમુખ અને જિલ્લા પંચાયતના પ્રમુખ સહિત મોટી સંખ્યામાં સ્થાનિકો અને ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા હતા.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
apply