Skip to main content
Settings Settings for Dark

અંકલેશ્વર નગરપાલિકાએ ફાયર સેફટી સર્ટિફિકેટ ન લેનાર એકમો સામે શરૂ કરી કાર્યવાહી

Live TV

X
  • ભરૂચમાં થોડા સમય પહેલા ઘટેલી ભરૂચ પટેલ વેલ્ફેર હોસ્પિટલ આગ દુર્ઘટના તેમજ અન્ય શહેરોમાં સર્જાયેલ આગ દુર્ઘટનાને ધ્યાને લઈ નામદાર હાઇકોર્ટ તેમજ ગુજરાત સરકાર દ્વારા બહુમાળી ઈમારતો તેમજ હોસ્પટલો માટે ખાસ અગ્નિશમનની ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. આ ગાઇડલાઇનના અમલ માટે અંકલેશ્વર નગરપાલિકાએ ફાયર વિભાગના સેફટી સર્ટિફિકેટ ન લેનાર બહુમાળી ઈમારતોને સીલ કરવા સાથો સાથ પાણીના કનેક્શન કાપવાની કાર્યવાહી પણ શરૂ કરી છે. 
    ગત માસમાં ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિટલના I.C.U ભાગમાં લાગેલી આગને પગલે નિર્દોષ દર્દીઓ તેમજ હોસ્પિટલના સ્ટાફે જીવ ગુમાવવા પડ્યા હતા. આવી જ રીતે રાજકોટની પણ એક હોસ્પિટલમાં ફાયર સેફટી બાબતે બેદરકારીના પગલે નિર્દોષ દર્દીઓએ જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. જેને પગલે  ગુજરાત સરકારે ફાયર સેફટીના નિયમો બનાવી તેના પાલન માટે કડક આદેશો જાહેર કર્યા છે. જેને પગલે ભરૂચમાં પણ ફાયર NOC ન લેનાર એકમો સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply