જામનગર અને કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં થયું રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન
Live TV
-
રાજ્યના તમામ જિલ્લાઓમાં પડતર કેસોનું નિવારણ કરવા રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવતું હોય છે. જે અંતર્ગત જામનગર જિલ્લામાં અને કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં પણ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરાયું હતું. જેમાં મોટી સંખ્યામાં પડતર કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો.
જામનગરમાં મોટર એક્સિડન્ટ ક્લેઇમ કેસ, PGVCL ને લગતા કેસ, પ્રોપર્ટીને લગતા કેસ જેવા વિવિધ કેસોના સમાધાન માટે લોક અદાલત સમક્ષ મુકવામાં આવ્યા હતા. જેમાંથી મોટા ભાગના કેસમાં તાત્કાલિક સમાધાન કરવામાં આવ્યું હતું. મહત્વનું છે કે, લોક અદાલત દરમિયાન કેસમાં સમાધાન થતું હોવાથી તકરારનો સુખદ અંત આવે છે અને બંને પક્ષની સહમતિથી કેસ પૂર્ણ થાય છે.
જયારે દમણમાં કાનૂની સત્તા મંડળ અને દમણ વકીલ મંડળના સહકારથી મોટી દમણ કોર્ટ પરિસરમાં આયોજિત લોક અદાલતમાં આશરે 86 જેટલા કેસ રજૂ કરવામાં આવ્યા હતા, જેમાંથી 28 જેટલા કેસનો સ્થળ પર જ ઉકેલ લાવવામાં આવ્યો હતો.
