અમદાવાદ જગન્નાથ રથયાત્રાનું દૂરદર્શન પર થશે જીવંત પ્રસારણ
Live TV
-
આવતીકાલે અષાઢી બીજના રોજ અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની ઐતિહાસિક 144 મી રથયાત્રા પરંપરાગત રીતે નીકળવાની છે. જે માટે સરકાર દ્વારા શહેરમાં કર્ફ્યુ લગાવવામાં આવશે તેમજ કોરોનાની અંગેની માર્ગદર્શિકાના સંપૂર્ણ પાલન સાથે યોજવામાં આવશે. રથયાત્રા પહેલાં ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી સાથે સરસપુર મામાના ઘરેથી નિજ મંદિર પરત ફરશે. આ સમગ્ર રથયાત્રાનું જીવંત પ્રસારણ દૂરદર્શન દ્વારા કરવામાં આવશે. સમગ્ર રાજ્યમાં લોકો ઘેર બેઠા રથયાત્રા તેમજ ભગવાનના દર્શન કરી શકે તે માટે ખાસ વ્યવસ્થા દૂરદર્શન દ્વારા કરવામાં આવી છે. મંગળા આરતીથી લઈને રથ નિજ મંદિરે ફરે ત્યાં સુધીનું સંપૂર્ણ જીવંત પ્રસારણ કરવામાં આવશે. ત્યારે લોકોને પણ ઘરની બહાર ન નીકળવા તેમજ ઘરે બેસીને જ રથયાત્રા નિહાળવા માટે અપીલ કરવામાં આવી છે.
