મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે સુરતમાં વિવિધ વિકાસકાર્યોનું કરશે લોકાર્પણ
Live TV
-
રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આજ રોજ સુરતની મુલાકાત લેશે. આ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી બપોરે 2.00 કલાકે ખજોદ સ્થિત ડાયમંડ બુર્સની મુલાકાત લેશે. ત્યારબાદ સંજીવકુમાર ઓડીટોરિયમ ખાતે સુરત મહાનગરપાલિકાના વિવિધ વિકાસકાર્યોના ખાતમુહુર્ત અને લોકાર્પણ કર્યા બાદ નવનિર્મિત પાલ-ઉમરા બ્રિજનું લોકાર્પણ પણ કરશે. આ ઉપરાંત તેઓ સાંજના 4.00 કલાકે વીર નર્મદ યુનિવર્સિટીના કન્વેન્શન હોલમાં પૂર્વ કેબિનેટ મંત્રી નરોત્તમભાઈ પટેલ લિખિત 'અંતરના ઝરૂખેથી' પુસ્તકનું વિમોચન કરશે. આ તમામ કાર્યક્રમો પૂર્ણ થયા બાદ મુખ્યમંત્રી સુરત એરપોર્ટથી અમદાવાદ જવા રવાના થશે.
