બનાસકાંઠાઃ પાંથાવાડા માર્કેટયાર્ડમાં યોજાઈ ચૂંટણી
Live TV
-
બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં પાંથાવાડા APMC અગત્યનું સ્થાન ધરાવે છે, ત્યારે પાંથાવાડા માર્કેટયાર્ડમાં વિવિધ પદો માટે ચુંટણી યોજાઈ હતી. જેનું પરિણામ આજે જાહેર થયું છે.
આ વખતની ચુંટણીમા ભાજપ સમર્પિત ત્રણ જુથો સક્રીય બન્યા હતા.. જેમાં મતદારો દ્વારા આખરી નિર્ણય ખેડુત પેનલ પર ઉતારીને, ખેડુત પેનલને વિજેતા જાહેર કરાઈ હતી.
અત્યાર સુધી સવસી ચૌધરીની પેનલ સત્તા સ્થાને હતી, જેમની પેનલનો કારમો પરાજય થયો છે. જ્યારે ભાજપ સમર્પિત રેશા પટેલની પેનલનો ભવ્ય વિજય થયો છે. પાંથાવાડા APMC માટે 1,223 ખેડૂત મતદારો, 244 વેપારી મતદારો, જ્યારે અન્ય 80 મતદારો હતા. સત્તાધારી ચેરમેન પેનલના માત્ર 5 ઉમેદવારો જીત મેળવવામાં સફળ રહ્યા હતા, જ્યારે ખેડૂત પેનલના 11 ઉમેદવારોએ જીત મેળવતાં 16 બેઠકોની ચૂંટણીમાં રેસાભાઈ પટેલની ખેડૂત પેનલનો ભવ્ય વિજય થયો છે. આ પ્રસંગે વિજેતાઓમાં ખુશીની લાગણી પ્રસરી હતી.
