ગૃહમંત્રી અમિત શાહે ગુજરાત પ્રવસના પ્રથમ દિવસે વિવિધ વિકાસકાર્યોનું કર્યું લોકાર્પણ
Live TV
-
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ત્રણ દિવસીય ગુજરાતનાં પ્રવાસના આજે પ્રથમ દિવસે ગૃહમંત્રીના હસ્તે અમદાવાદના બોપલ ખાતે AUDA નિર્મિત પુસ્તકાલય અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની રૂ. 244 કરોડના ખર્ચની વિવિધ યોજનાઓનુ લોકાર્પણ તેમજ ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું. તેમણે અમદાવાદ અને આસપાસનાં વિસ્તારોમાં જળ વિતરણ યોજના અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તૈયાર કરાયેલા સીટી સિવિક સેન્ટર સહિત અનેક યોજનાઓનુ ઉદ્ધાટન કર્યુ હતુ. આ ઉપરાંત ગૃહમંત્રીએ વેજલપુર વિસ્તારમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવનિર્મિત અદ્યતન પાર્ટી પ્લોટ તેમજ કોમ્યુનિટી હોલનું પણ લોકાર્પણ કર્યુ હતુ.
બોપલમાં લોકાર્પણ પ્રસંગે કેન્દ્રિય ગૃહમંત્રી અમીત શાહે પ્રાસંગિક સંબોધનમાં જણાવ્યું હતું કે, આગામી 30 વર્ષ સુધી જેટલી પણ વસ્તી વધે તો પણ તેમને પાણીની કોઈ તકલીફ ન પડે તે પ્રકારનુ આયોજન કરવામાં આવ્યું છે.આ કાર્યક્રમ બાદ તેમણે અમદાવાદ જિલ્લાના સાણંદ ખાતે એ.પી.એમ.સી ખાતે યોજાયેલ ૪૨ કરોડ 91 લાખના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમૂર્હત કર્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ પોતાના લોકસભા મતવિસ્તારમાં સતત વિકાસની પ્રક્રિયાને જાળવી રાખી છે. આજે સાણંદ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં આ વિસ્તારમાં તેમને તળાવના રીડેવલપમેન્ટ, બ્યુટીફીકેશન, આંગણવાડી કેન્દ્ર, પંચાયત ઘર, એલઈડી લાઇટના કામ, ગટર લાઈનના કામ, આરસીસી રોડના કામ વગેરે વિકાસ કાર્યોનું લોકાર્પણ તેમજ ખાતમુહુર્ત પણ કર્યું હતું.
