અંજાર,ગાંધીધામ,રાપર,ભચાઉમાં ભૂકંપના આંચકા
Live TV
-
4.7ની તીવ્રતાના ભૂકંપે લોકોને ધ્રુજાવ્યા
કચ્છમાં આજે પરોઢીયે અંદાજે ચાર વાગ્યે ભૂકંપના બે ઝટકા અનુભવાયા હતા. જેમાં પહેલો ઝટકો 4.7ની તીવ્રતાનો અને બીજો ઝટકો 3.5ની તીવ્રતાનો હતો. ભૂકંપનું કેન્દ્ર બિન્દુ ભચાઉથી 24 કિ.મી. દૂર હોવાનું જાણવા મળ્યું છે. ભૂકંપની ધ્રુજારી ભચાઉ ઉપરાંત અંજાર, ગાંધીધામ અને રાપર તેમજ આસપાસના વિસ્તારોમાં અનુભવાઈ હતી. પરોઢિયે આવેલા ભૂકંપના કારણે સમગ્ર પંથકમાં ભયની લાગણી પ્રસરી ગઈ છે.