અહિંસા , ત્યાગ અને તપસ્યાનો સંદેશ આપનારા ભગવાન મહાવીરની જયંતિ
Live TV
-
રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી , મુખ્યમંત્રીએ મહાવીર જયંતિની દેશવાસીઓને આપી શુભકામના
હિંસા , ત્યાગ અને સપસ્યાનો સંદેશ આપનારા જૈન ધર્મના 24માં તીર્થંકર એવા ભગવાન મહાવીર જયંતિની દેશભરમાં ઉજવણી થઈ રહી છે. ત્યારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટ્વીટર પર શુભકામના આપતા લખ્યુ છે કે ભગવાન મહાવીરનું શિક્ષણ આજના યુગ માટે પ્રાસંગિક અને મહત્વપૂર્ણ છે..વિશ્વમાં પ્રેમ અને સૌહાર્દની સ્થાપના કરવા માટે ભગવાની મહાવીરના જીવનમાંથી આપણે પ્રેરણા મેળવવી જોઈએ..તો મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પણ ટ્વીટર પર મહાવીર જયંતિની શુભેચ્છા પાઠવી છે..મહાવીર જયંતિ નિમિત્તે ઠેર ઠેર ભગવાન મહાવીરની પ્રતિમા પર અભિષેક સાથે યાત્રાઓ નીકાળવામાં આવી રહી છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટર પર મહાવીર જયંતિ પર શુભકામના પાઠવતા એક વિડિયો સંદેશ પોસ્ટ કર્યો છે..જે ખૂબ જોવાઈ રહ્યો છે.
મહાવીર સ્વામી ની જન્મ જયંતિ ને ઉપલક્ષ મા રાખી ને વડોદરા શહેર ના જૈન સમાજ દ્વારા વિવિધ કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું છે. ભગવાન મહાવીર સ્વામી જન્મકલ્યાણક મહોત્સવ નિમિત્તે અહિંસા ના પ્રચારર્થે શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું.વડોદરા શહેર મા ભગવાન મહાવીર સ્વામી ના જન્મ કલ્યાણક વર્ષ ની ઉજવણી કરવામાં આવી હતી . જૈન સમાજ દ્વારા ભગવાન મહાવીર સ્વામી ની 13 ફૂટ ઊંચી મૂર્તિ સાથે શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ શોભાયાત્રા મા જૈન સમાજ ના અગ્રણીઓ, યુવાનો, યુવતીઓ , બાળકો જોડાયા હતા.શોભાયાત્રા માં ડીજે દ્વારા મહાવીર સ્વામી ના જીવન ચરિત્ર નો મહિમા વર્ણવતા ગીતો વગાડી ને જૈન સમાજ નો જયજયકાર કરવામાં આવ્યો હતો .શોભાયાત્રા માં ગજરાજ ની સવારી 12 ઘોડાગાડી ઓ અહિંસા અને શાકાહાર ના પ્રચાર માટે નીકળી હતી . યુવાનો અને યુવતીઓ અંહિંસા નો સંદેશો ફેલાવતા પોસ્ટરો લઇ ને બાઈક રેલી કાઢી ને શોભાયાત્રા માં જોડાયા હતા. શહેરીજનો મા યુવવાનો ની રેલી આકર્ષણ નું કેન્દ્ર બની હતી. ભગવાન મહાવીર સ્વામી ની શોભાયાત્રા વડોદરા ના રાજમાર્ગો પર ફરી હતી અને ભક્તિમય વાતાવરણ ઉભું થયું હતું.