Skip to main content
Settings Settings for Dark

અંતરિયાળ ગામનો આ માણસ, પુસ્તકો પ્રત્યે અનોખો પ્રેમ દાખવે છે

Live TV

X
  • આજના મોબાઈલ યુગમાં યુવાઓ હોય કે બાળકો દરેકમાં પુસ્તકો વાંચવાનો શોખ વિસરતો જઈ રહ્યો છે.

    પુસ્તક એટલે માનવીના પાયાનું ઘડતર કરતું પરિબળ. આજના મોબાઈલ યુગમાં યુવાઓ હોય કે બાળકો દરેકમાં પુસ્તકો વાંચવાનો શોખ વિસરતો જઈ રહ્યો છે. હવે લોકો પુસ્તકો ખરીદવાનું જાણે ભૂલી જ ગયા છે, ત્યારે વાંચવાની તો વાત જ ક્યાં.

    આજે તમને એક એવા વ્યક્તિ વિષે જણાવવા જઈ રહ્યા છીએ કે જે પુસ્તકો પ્રત્યે અનેરો પ્રેમ દર્શાવે છે. કલ્યાણસિંહ પોતે ૯ ધોરણ પાસ હોવા છતાં કેટલાય લોકો માટે પુસ્તક વાંચવા અને પુસ્તકો વિષે આકર્ષણ જન્માવે તે માટે પ્રેરણા રૂપ બન્યા છે.

    કલ્યાણસિંહ વ્યવસાયે બેંકમાં સિક્યોરીટી ગાર્ડ તરીકે ફરજ બજાવે છે અને એક અંતરિયાળ ગામમાં વસવાટ કરે છે. પુવાર કલ્યાણસિંહ નાથુસિંહ અનેક કાર્યો વચ્ચે પોતાના પુસ્તકો માટેનો પ્રેમ રોકી શક્યા નથી. પુસ્તક પ્રેમના કારણે આજુબાજુના પંથકમાં નહિ પણ ગુજરાત ભરમાં તેઓ પ્રસિદ્ધ બન્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
apply