અંતરિયાળ વિસ્તારમાં ફરજ બજાવતા જવાનો વૉકી-ટૉકીથી સજ્જ
Live TV
-
અકસ્માત કે દૂર્ઘટનાના સજોગોમાં જવાનો વહીવટીતંત્રનો સીધો જ સંપર્ક કરી શકશે.
44 ટકા જંગલ વિસ્તાર ધરાવતા નર્મદા જિલ્લામાં, 550થી વધુ ગામડાં આવેલા છે.અંતરિયાળ 139 જેટલા ગામ તો કનેક્ટીવિટીથી વંચિત છે. વહીવટીતંત્ર પણ આ સમસ્યાનો સામનો કરી રહ્યું છે, પરંતુ કનેક્ટીવિટીની આ સમસ્યાનો સામનો કરી રહેલા જિલ્લામાં, પોલીસ તંત્રે કેન્દ્ર સરકારની યોજના ટ્રાન્સફોર્મેશન ઓફ એસ્પાયરેશનલ ડિસ્ટ્રીક્ટ હેઠળ કનેક્ટીવીટી મેળવવા પ્રયાસ કર્યો છે. અંતરિયાળ 139 ગામના જીઆરડી જવાન, એસઆરડી જવાન તેમજ પોલીસ જવાનોને, હવે હેમ રેડિયો કે વોકી ટોકીથી સજ્જ કરવામાં આવ્યા છે. આ યોજના હેઠળ દરેક ગામમાં બે હેમ રેડિયો આપવામાં આવશે. અકસ્માત કે દુર્ઘટનાના સંજોગોમાં આ જવાનો વહીવટીતંત્રનો સીધો સંપર્ક કરીને તેમને વાકેફ કરી શકશે. વહીવટીતંત્રનું કામ તેથી સરળ બની રહેશે.