રાજપીપળામાં 91 મહિલા બીટગાર્ડને અપાયા પ્રમાણપત્રો
Live TV
-
છ માસની તાલીમ બાદ કરશે વન રક્ષમાં કામ.
રાજ્ય સરકાર દ્વારા વનવિભાગમાં 1500 જેટલા વનકર્મીઓની ભરતી થયા પછી તેમને વન રક્ષણ અંગેની તાલીમ અપાવામાં આવી રહી છે. રાજપીપળાની ગુજરાત રેન્જર્સ ફોરેસ્ટ કોલેજ ખાતે પણ 91 જેટલી મહિલા બીટગાર્ડને છ મહિનાથી તાલીમ અપાઈ રહી હતી. વનમાં થતા અપરાધો, વન વૃધ્ધિ અને વન રક્ષણના પાઠ ભણીને તૈયાર થયેલી 91 મહિલા બીટ ગાર્ડને નિમણૂંક કરી પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. નિમણૂક પછી વનવૃધ્ધિની દિશામાં સારું કામ કરશે તેવા શપથ પણ લેવડાવવામાં આવ્યા હતા. આ પ્રસંગે એડિશનલ ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટના ડો.દિનેશકુમાર શર્મા અને રાજપીપળા ફોરેસ્ટ કોલેજના આચાર્ય ડો.કે.રમેશ પણ ઉપસ્થિત રહ્યા હતા.