અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સમાજિક કાર્યકર્તા તિસ્તા સેતલવાડ વિરૂદ્ધ છેતરપિંડીનો કેસ
Live TV
-
તિસ્તાના એનજીઓ સબરંગ ટ્રસ્ટ પર માનવસંસાધન વિભાગ તરફથી વર્ષ 2010 થી 2013 સુધીમાં આવેલા ફંડને ખોટી રીતે વાપરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
જાણીતા સામાજિક કાર્યકર્તા તિસ્તા સેતલવાડ સામે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે છેતરપીંડીનો કેસ દાખલ કર્યો છે. તિસ્તાના પૂર્વ સહયોગી રઈશ ખાનની ફરિયાદના આધારે આ કેસ દાખલ કરવામાં આવ્યો છે. તિસ્તાના એનજીઓ સબરંગ ટ્રસ્ટ પર માનવસંસાધન વિભાગ તરફથી વર્ષ 2010 થી 2013 સુધીમાં આવેલા ફંડને ખોટી રીતે વાપરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. રઈશ ખાને કરેલા આરોપ મુજબ જે, ફંડ શૈક્ષણીક ઉદ્દેશ માટે આવેલું હતું તેને અંગત લાભમાં ખર્ચ કરવામાં આવ્યું હતું. આ મામલે તિસ્તાની એનજીઓના અન્ય સભ્યો ઉપરાંત તેના પતિ પર પણ આરોપ લગાવવામાં આવ્યો છે. આશરે રૂપિયા દોઢ કરોડની સહાયને પોતાના અંગત લાભ માટે ખર્ચ કરવાનો આરોપ લગાવવામા આવ્યો છે. આ મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એક ટીમ બનાવી ને આગળની તપાસ હાથ ધરી છે.