ખોલવડ ગામના સરપંચ કરે છે ફિલ્મી સ્ટાઇલમાં વેરાની વસુલાત
Live TV
-
વસુલાત કરતી વખતે પોલીસની સાથે સાથે બાઉન્સરની ટીમ રાખી એક મહિનામાં કરી 2.5 કરોડના વેરાની વસુલાત.
વેરા વસુલાત એ ગ્રામપંચાયત માટે સામાન્ય બાબત છે. તેમજ ઘણી બધી ગ્રામપંચાયત અને નગરપાલિકા વેરાની વસુલાત માટે ભારે મહેનત કરે છે અને સામ-દામ અને દંડની નીતિ પણ અજમાવતી હોય છે. આમ તો તેનાથી જ ગ્રામપંચાયતનું તંત્ર ચાલતું હોય છે. પરંતુ વેરા વસુલાતની ભયની સાથે સાથએ પ્રીતિની રીત સુરત જીલ્લાના ખોલવડ ખાતે જોવા મળી હતી. જેમાં સરપંચ હારુન તેલી જાતે તો વેરો વસુલાત કરવા જાય છે, પરંતુ પોલીસ સાથે સાથે બાઉન્સરની ટીમ પણ સાથે રાખી ને જાય છે. જો કે આ વેરા વસુલાતના નવા કીમિયાથી સરપંચ ને સફળતા પણ મળી અને એક જ મહિનામાં અઢી કરોડની વસુલાત પણ કરી છે.
બાઉન્સરોને સાથે રાખવાનું કારણ છે આ...
ખોલવડ સરપંચના જણાવ્યા પ્રમાણે બાઉન્સરોને સાથે રાખવાનું એક કારણ પણ છે, ખોલવડ ગ્રામ પંચાયતનો હદ વિસ્તાર ખુબ મોટો છે અને તેમાં પણ ડાયમંડ નગર નામનો મોટો જી.આઈ.ડી.સી. વિસ્તાર પણ આવેલો છે. આ જી.આઈ.ડી.સી.વિસ્તારમાં અગાઉ પોલીસ પર પણ હુમલો થવાની ઘટના બની ચુકી છે, જેને લઇ પોતાની તથા વેરા વસુલાત તેમજ સીલીંગ કરનાર સ્ટાફની સલામતીને લઇ પોલીસની સાથે સાથે બાઉન્સરની મદદ પણ લેવામાં આવી હતી.
કેટલાક લોકોએ કરી સરપંચની ટીકા
ખોલવડ ગામના સરપંચ હારુન તેલીની આ અનોખી વેરા વસુલાતની પદ્ધતિને લઇ વેરા વસુલાત સાથે સાથે ટીકા પણ થઇ રહી છે. પરંતુ વારંવારની નોટીસ આપ્યા બાદ પણ વેરો ન ભરતા મિલકત ધારકો માટે અને ગ્રામપંચાયતના હિત માટે કીમિયો અસરકારક બન્યો છે.