Skip to main content
Settings Settings for Dark

અંબાજી મંદિરના દ્વાર 12મી જુનથી ખૂલશે,મંદિરમાં નહિ લઇ જઈ શકાય પ્રસાદ

Live TV

X
  • સવારે 7:30થી 10:45, બપોરે 1:00થી 4:30 અને સાંજે 7:30થી 8:15 સુધી મંદિર ખૂલ્લુ રહેશે

    સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબિજી ભાવિકો માટે આગામી 12 જુને ખૂલશે. ભાવિકો નિયમોનું પાલન કરીને માતાજીના દર્શન કરી શકે છે તે માટે વહીવટી તંત્રે તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે.  અંબાજી મંદિરમાં યાત્રી સૌપ્રથમ સોશિયલ ડિસ્ટન્સસાથે
    લાઈનમાં રહી મંદિરમાં પ્રવેશવાનું રહેશે અને કાઉન્ટર પરથી સેનેટરાઈઝર કરાયેલું એક ટોકન લેવું પડશે અને મોઢા પર  ફરજિયાત માસ્ક બાંધીને  મંદિરમાં પ્રવેશ મળશે. આ દરમિયાન કુલ ત્રણ જગ્યાએ સેનેટાઈઝર થયા બાદ ઓટોમેટીક
    થર્મસ સ્ક્રેનિંગ મશીનમાંથી પસાર થવું પડશે  યાત્રિકો દ્વારા ખરીદાયેલા પ્રસાદ પૂજાપો મંદિરની અંદર નહિ લઇ જશે. મંદિરના વહીવટદાર એસ.જે.ચાવડાએ જણાવ્યું હતું કે, અંબાજી મંદિરમાં કોરોનાનું સંક્રમણ ન થાય તે માટે સંપૂર્ણ
    તૈયારીઓ કરવામાં આવી છે. અંબાજી મંદિરમાં હાલ તબક્કે મોહનથાળનો પ્રસાદ પણ વહેંચવામાં નહીં આવે, જ્યારે મંદિર સંચાલિત સાડી કેન્દ્ર પણ બંધ રહેશે. આ ઉપરાંત મંદિરમાં કોઇ પણ જાતના હોમ-હવન થઇ શકશે નહિ. યાત્રિકો ત્રણ
    ટાઈમ દર્શનનો લાભ લઇ શકશે જેમાં સવારે 7.30 થી 10.45  સુધી, બપોરે 1.00 નથી 4.30, કલાક સુધી અને સાંજે મંદિર 7.30 થી 8.15 સુધી મંદિર ખુલ્લુ રહેશે 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
apply