Skip to main content
Settings Settings for Dark

અમદાવાદમાં બે સગાંભાઈ એ‌વા પોલીસ જવાનના કોરોનાથી મોત થતા ગમગીની

Live TV

X
  • મુકેશસિંહ 22મી મેના પોઝિટિવ આવ્યા બાદ 30મી મેના સાજા થતા રજા અપાઈ હતી, ફરી તેમની તબિયત લથડતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.

    અમદાવાદમાં પોલીસ વિભાગમાં ફરજ બજાવતાં 2 સગા ભાઈના કોરોનાના કારણે મોત થયાં છે. મંગળવારે SVP હોસ્પિટલમાં મુકેશસિંહ નામના કોન્સ્ટેબલનું મોત થયું છે. મુકેશ સિંહ એલ ડિવિઝન ટ્રાફિક વિભાગમાં ફરજ બજાવતા હતાં. 22 મેના રોજ તેમનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતાં હોસ્પિટલમાં દાખલ કરાયાં હતાં. જે બાદ 30મે ના રોજ તેમને રજા આપવામાં આવી હતી પરંતુ રજા આપ્યા બાદ તેમની તબિયત ફરી લથડતાં ફરીથી SVP હોસ્પિટલમાં દાખલ કરાવ્યાં હતાં જ્યાં તેમણે મંગળવારે અંતિમ શ્વાસ લીધાં હતાં. મુકેશસિંહના સગાં ભાઈ ભરતભાઈ સોમાભાઈ પણ હેડ કોન્સ્ટેબલ તરીકે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં હતાં અને તેમનું પણ કોરોનાના કારણે મોત થયું હતું. આમ એક જ પરિવારના 2 સગા ભાઈના મોતથી પોલીસ બેડામાં અને તેમના પરિવારમાં શોક છવાયો છે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
apply