Skip to main content
Settings Settings for Dark

અંબાજી મંદિરમાં દિવાળીના તહેવારો નિમિત્તે બેસતા વર્ષથી લાભપાંચમ સુધી આરતી અને દર્શનના સમયમાં ફેરફાર

Live TV

X
  • 14 નવેમ્બરને બેસતા વર્ષના દિવસે સવારે 6 વાગ્યે મંગળા આરતી તથા માતાજીને અન્નકૂટ ધરાવવામાં આવશે.

    અંબાજી મંદિરમાં દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને બેસતા વર્ષથી લાભપાંચમ સુધી આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

    તારીખ 14 નવેમ્બરને બેસતા વર્ષના દિવસે સવારે 6 વાગ્યે મંગળા આરતી તથા માતાજીને અન્નકૂટ ધરાવવામાં આવશે. જ્યારે, તારીખ 15 નવેમ્બરથી 18 નવેમ્બર, લાભ પાંચમ સુધી સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

    જે મુજબ મંગળા આરતી સવારે 6:30 કલાક થી 7:00 કલાક દર્શન સવારે, 7:00 કલાક થી 11:30 કલાક, રાજભોગ બપોરે 12 કલાકે તેમજ બપોરના દર્શનનો સમય 12:30 થી 4:15 કલાક અને સાંજ આરતી નો સામય 6:30 કલાક થી 7:00 કલાક વાગ્યા સુધી રહેશે. ઉપરાંત સાંજે 7 થી 9 કલાક સુધી દર્શન કરી શકાશે.

    નોંધનીય છે કે, તારીખ 19 નવેમ્બરથી અંબાજીમાં મંદિર તેમજ દર્શનનો સમય રાબેતા મુજબ રહેશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-07-2026 Max Temp : °C Min Temp : °C
apply