અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગુજરાતનુ 54મું પ્રદેશ અધિવેશન આજથી ભાવનગરમાં યોજાશે
Live TV
-
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગુજરાતનુ 54મું પ્રદેશ અધિવેશન આજથી ત્રણ દિવસ માટે ભાવનગરમાં યોજાવાનું છે.. જેમાં મુખ્ય અતિથિ તરીકે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ હાજર રહેશે. આ ઉપરાંત સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય પ્રોદ્યોગિકી સંસ્થાનના ડિરેક્ટર પ્રો્ફેસર અનુપમ શુક્લા પણ ઉપસ્થિત રહેશે.
આ અધિવેશનમાં રાજ્યમાંથી એક હજાર જેટલા વિધાર્થીઓ ભાગ લેશે. તેમાં વિવિધ સત્રો, પ્રદર્શની, શોભાયાત્રા, જાહેર સભા, શિક્ષણ અને સામાજિકપરિવર્તન હેતુ આગામી વર્ષમાં દિશા પ્રદાન કરતા વિવિધ પ્રસ્તાવો પણ પારિત કરવામાં આવશે.
આ અધિવેશનમાં વિવિધ ભાષણ સત્રો પણ યોજાશે. અધિવેશનના અંતિમ દિવસે વર્ષ 2023-24ની કારોબારી ધોષણા કરવામાં આવશે. આ પ્રદર્શનીમાં સ્વાવલંબી ભારત, G-20 વિશ્વનું પ્રતિનિધિત્વ કરતુ ભારત અને ભાવનગર ના ઐતિહાસિક, સાંસ્કૃતિક અને શૈક્ષણિક વારસા આધારિત સમગ્ર પ્રદર્શની જાહેર જનતા માટે 8 જાન્યુઆરી સુધી ખુલ્લી મુકવામાં આવશે.
