Skip to main content
Settings Settings for Dark

પોષી પુનમે બે વર્ષ બાદ અંબાજીમાં મા અંબાના પ્રાગટ્ય ઉત્સવની ઉજવણી શરૂ 

Live TV

X
  • છેલ્લા બે વર્ષથી કોરોનાને કારણે  અંબાજીમાં મા અંબાનો પ્રાગટ્યોત્સવ ઉજવી શકાયો નહોતો.  ત્યારે બે વર્ષ બાદ આજે  માં અંબાનો જન્મોત્સવ એટલે પ્રાગટ્ય ઉત્સવ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. આજે પોષી પુનમ છે ત્યારે ગત રાત્રીએ મા અંબાના ચાચર ચોકમાં ભવ્ય રંગારંગ સાંસ્કૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ચાચરચોકમાં ધોરણ એક થી લઇ કોલેજ સુધીની કુલ 22 જેટલી શૈક્ષણિક સંસ્થાઓના 300 ઉપરાંત વિદ્યાર્થીઓએ વિવિધ પ્રકારના નૃત્ય ભરત નાટ્ય તેમજ ગરબા અને વિવિધ ધાર્મીક અને દેશ ભક્તિના તથા બેટી બચાવો, જેવા મનમોહક કાર્યક્રમની રજૂઆત કરી હતી.

    બનાસકાંઠા જિલ્લામાં આવેલ શક્તિ, ભક્તિ અને આસ્થાના પ્રતીક સમા પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી ખાતે તા. 6 જાન્યુઆરી-૨૦૨૩ના રોજ જગતજનની મા અંબાનો પ્રાગટય દિવસ પોષી પૂનમ ધામધૂમથી ઉજવવામાં આવશે. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ, અંબાજી દ્વારા પોષી પૂનમની ઉજવણી માટે શોભાયાત્રા- જ્યોતયાત્રા, સાંસ્કૃતિક કાર્યક્રમો, મહાશક્તિ યજ્ઞ સહિતના ધાર્મિક કાર્યક્રમોનું વિશેષ આયોજન અને તૈયારીઓ કરવામાં આવી છે. 

    મા અંબાના પ્રાગટ્ય દિવસે દર્શનાર્થે આવતા યાત્રિકોને કોઈપણ પ્રકારની અગવડ ન પડે અને શ્રધ્ધાળુ ભાવિક ભક્તોમાં અંબાના ઉત્સવને માણી શકે એ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. પોષી પૂનમ મા અંબાનો પ્રાગટ્ય દિવસ હોઈ તેને અનુરૂપ વિશેષ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવશે. જે અંતર્ગત ગબ્બરથી મંદિર સુધીના માતાજીના ચાચર ચોક સુધી જ્યોત યાત્રા નીકળશે. તેમજ અંબાજી નગરમાં હાથીની અંબાડી પર મા અંબાની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવશે. જેમાં 1600 કિલો બુંદી પ્રસાદ અને 2100 કિલો સુખડી પ્રસાદ ભાવિક ભક્તોને વિતરણ કરવામાં આવશે. શોભાયાત્રામાં 25 થી 30 જેટલા ટેબ્લોઝ દ્વારા વિવિધ ઝાંખીઓનું પ્રદર્શન કરવામાં આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
apply