Skip to main content
Settings Settings for Dark

CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં વાલ્મીકી સમાજ દ્વારા ૧૨૫ મીટર સાડી સાબરમતી માતાને અર્પણ કરાઈ

Live TV

X
  • ભારતીય જનતા પાર્ટીના પ્રચંડ જનમતથી વિજય થવા બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં અમદાવાદ શહેર સમસ્ત વાલ્મીકી સમાજ દ્વારા ૧૨૫ મીટર સાડી સાબરમતી માતાને અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો.

    આ પ્રસંગે મુખ્યમંત્રીએ કહ્યું કે, ભારતીય જનતા પાર્ટી અને વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી પર જનતાએ જે વિશ્વાસ અને પ્રેમ ચૂંટણીમાં દેખાડ્યો છે તેનો અમે ઋણ સ્વીકાર કરીએ છીએ. એટલું જ નહિ 'સૌનો સાથ , સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસ' ના મંત્રએ આ સિદ્ધ કરી દેખાડ્યું છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતુ.

    મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે, દરેક સમાજને આગળ લાવવા માટે ભારતીય જનતા પાર્ટીની હર હંમેશ કાર્યરત છે. આ કાર્યક્રમનું આયોજન 'તુ હી નામ સેવા સમિતિ, જય હો સંતવાણી ગ્રુપ', મહર્ષિ વાલ્મિકી આશ્રમ અને સમસ્ત વાલ્મિકી સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું. 

    આ પ્રસંગે અસારવા વિધાનસભાના ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા, રાજવી કુટુંબના વડીલ મુરબ્બીઓ, સંતગણો તેમજ વાલ્મિકી સમાજના આગેવાનો અને લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
apply