Skip to main content
Settings Settings for Dark

અમદાવાદમાં ગાહેડ-ક્રેડાઇના 17માં પ્રોપર્ટી શૉનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યો પ્રારંભ

Live TV

X
  • BU પરમીશન સહિતના નિયમોનો વ્યાપક લાભ રિયલ એસ્ટેટના વ્યવસાયકારોને લેવા મુખ્યમંત્રીનું આહવાન

    અમદાવાદમાં ગાહેડ-ક્રેડાઇના 17માં પ્રોપર્ટી શૉનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રારંભ કરાવ્યો હતો. આ કાર્યક્રમમાં રાજયમાં બી.યુ પરમીશન સહિતના નીતિ-નિયમોનો વ્યાપક લાભ ડેવલોપર્સ અને રિયલ એસ્ટેટના વ્યવસાયકારોને લેવા મુખ્યમંત્રીએ આહવાન પણ કર્યું હતું. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર બધા જ ક્ષેત્રોમાં સર્વગ્રાહી વિકાસ માટે નિયમબદ્ધ રીતે આગળ વધી રહી છે. સમગ્ર દેશમાં 1 કરોડ 32 લાખ જેટલા આવાસો તથા ગુજરાતમાં 10 લાખથી વધુ આવાસો આ યોજનામાં નિર્માણ પામ્યા છે. 

    વધુમાં મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિકસાવેલી વિકાસની રાજનીતિને પરિણામે ગુજરાત દેશનું વિકાસ રોલ મોડેલ બન્યું છે, એટલું જ નહીં વિદેશી રોકાણકારોની પહેલી પસંદ પણ ગુજરાત છે. ગુજરાતની આ અવિરત વિકાસ યાત્રાને વધુ ઉંચાઇએ લઈ જવા સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસના મંત્રથી આગળ વધી રહ્યું છે. કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બાંધકામ શ્રમિકોને કામકાજના સ્થળે રાહત દરે ભોજન પુરું પાડતી યોજના શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો લાભ મોટી બાંધકામ સાઇટના શ્રમિકો લઇ શકે છે તેની પણ વિગતો તેમણે આપી હતી. આ પ્રોપ્રટી શો 3 દિવસ માટે યોજાયો છે. આ કાર્યક્રમમાં ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂત, ઉદ્યોગ તેમજ સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા, ક્રેડાઇના વાઇસ પ્રેસિડેન્ટ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
apply