આ વખતે પતંગરસિયાઓએ પતંગ-દોરી માટે 25 ટકા વધુ કિંમત ચૂકવવી પડશે
Live TV
-
ઉત્તરાયણનો પર્વ નજીક છે, ત્યારે પતંગરસિયાઓએ ગત વર્ષની ઉત્તરાયણ કરતાં આ વખતે પતંગ-દોરી માટે 25 ટકા વધુ કિંમત ચૂકવવી પડશે. કાચા માલની મર્યાદિત આવક તેમજ પતંગ બનાવવાની સામગ્રીની કિંમતમાં થયેલા વધારાને કારણે પતંગ-દોરીના ભાવામાં વધારો થયો છે. ઉલ્લેખનીય છે કે, ભાવનગરમાં પતંગની કિંમતમાં 25થી 30 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. પતંગની ખરીદી અને દોરી ઘસાવનાર લોકોનું પ્રમાણ હાલ સાધારણ જોવા મળી રહ્યું છે. પરંતુ આગામી એક સપ્તાહમાં વેપારીઓને વેચાણામાં વધારો થશે એવી આશા છે.
