અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા છે ગ્રામીણ પોસ્ટ ઓફિસના કર્મચારીઓ
Live TV
-
નવી પેન્શન સ્કીમની જગ્યાએ જૂની પેન્શન સ્કીમ યથાવત રાખવી, ખાલી જગ્યાઓ તાત્કાલિક ભરવી, ફાઈવ ડે વીકનો અમલ કરવો, ખાનગીકરણ, તેમજ કોન્ટ્રાકટ-રાઈઝેશન તેમજ આઉટ સોર્સિંગ પ્રથા બંધ કરવી ઉપરાંત બિન જરૂરી હેરેસમેન્ટ બંધ કરવા સહિતની પંદરથી વધુ માંગણીઓ સાથે કર્મચારીઓ ઉતર્યા છે હડતાલ પર
ભારતભરના ગ્રામીણ પોસ્ટ ઓફિસના કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરી ગયા છે. અરવલ્લી અને સાબરકાંઠા ડીવિઝનના લગભગ નવસો પંચોત્તેર કર્મચારીઓ પણ આ હડતાલમાં જોડાયા છે. સાતમા પગાર પંચ અને અન્ય ભથ્થાની માંગણી ઉપરાંત નવી પેન્શન સ્કીમની જગ્યાએ જૂની પેન્શન સ્કીમ યથાવત રાખવી, ખાલી જગ્યાઓ તાત્કાલિક ભરવી, ફાઈવ ડે વીકનો અમલ કરવો, ખાનગીકરણ, તેમજ કોન્ટ્રાકટ-રાઈઝેશન તેમજ આઉટ સોર્સિંગ પ્રથા બંધ કરવી ઉપરાંત બિન જરૂરી હેરેસમેન્ટ બંધ કરવા સહિતની પંદરથી વધુ માંગણીઓ સાથે કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે. નેશનલ યુનિયનના પ્રમુખ જે.એમ.પટેલ, સેક્રેટરી જે.બી. પટેલ, ઓલ ઈન્ડિયા યુનિયનના પ્રમુખ વી.વી.પટેલ તથા સેક્રેટરી પણ કર્મચારીઓ સાથે , હડતાલમાં જોડાયા છે.
