વાંકાનેરની ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે એપ્રેન્ટીસ મેળાનું આયોજન કરાયું
Live TV
-
મેળામાં આઈ.ટી.આઈ. ડિપ્લોમા, સ્નાતક, એસ.એસ.સી., અન સ્કીલ્ડ વગેરે લાયકાત ધરાવતા મહિલા અને પુરૂષ ઉમેદવારો મોટી સંખ્યામાં રહ્યા હતા ઉપસ્થિત
રાજ્યના સ્થાપના દિવસે રાજ્ય સરકારે નવી એપ્રેન્ટીસ-શીપ યોજના અમલમાં મૂકી હતી. તે અંતર્ગત રાજ્યમાં વિવિધ સ્થળે એપ્રેન્ટીસ મેળાનું આયોજન કરીને શિક્ષિત બેરોજગારોને રોજગારી ભથ્થા સાથે પ્રેક્ટીકલ જ્ઞાન આપવાનો આરંભ થઈ ચૂક્યો છે. વાંકાનેરની ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે પણ એપ્રેન્ટીસ મેળાનું આયોજન થયું હતું. મેળામાં આઈ.ટી.આઈ. ડિપ્લોમા, સ્નાતક, એસ.એસ.સી., અન સ્કીલ્ડ વગેરે લાયકાત ધરાવતા મહિલા અને પુરૂષ ઉમેદવારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ મેળાની વિશેષતા એ છે કે રોજગારી કચેરીએ નોંધાયેલા અને ના નોંધાયેલા એમ બંને પ્રકારના ઉમેદવારો હાજર રહી શકે છે. મોટી કંપનીના નોકરી દાતાઓને પણ એપ્રન્ટિસની એક મોટી સંખ્યામાંથી પસંદગી કરવાની તક મળી હતી.
