સેલવાસ વન વિભાગ દ્વારા કરાઇ વિશ્વ બાયો ડાયવર્સિટી દિવસની ઉજવણી
Live TV
-
સાત માલિયા અભયારણ્ય ખાતે વિદ્યાર્થીઓ અને પ્રકૃતિ પ્રેમીઓ માટે સાત કિ.મી.ના ટ્રેકીંગ અને વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફી ઉપરાંત પેઈન્ટિંગ સ્પર્ધાનું પણ આયોજન કરાયું હતું.
કેન્દ્ર શાસિત સેલવાસ વન વિભાગ દ્વારા સાત માલિયા ડિવર પાર્ક ખાતે વિશ્વ બાયો ડાયવર્સિટી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સાત માલિયા અભયારણ્ય ખાતે વિદ્યાર્થીઓ અને પ્રકૃતિ પ્રેમીઓ માટે સાત કિ.મી.ના ટ્રેકીંગ અને વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફી ઉપરાંત પેઈન્ટિંગ સ્પર્ધાનું પણ આયોજન થયું હતું. જૈવિક વૈવિધ્ય અને જૈવિક નિયંત્રકોની જીવ સૃષ્ટિ વિશે પણ માહિતી આપવામાં આવી હતી. સેલવાસ 40 ટકા જંગલ વિસ્તાર ધરાવે છે. જવલ્લે જ જોવા મળતા સૂક્ષ્મ જીવો પણ અહીં જોવા મળે છે. 3,411 હેકટર વિસ્તારમાં પથરાયેલા અભયારણ્ય માં 600 થી વધુ હરણ, ઓસિંગા, નીલગાય અને ચિતલનો વાસ છે.
