ભૂજ શહેરમાં ફૂડ વિભાગનો સપાટો
Live TV
-
ભેંસના દૂધના ઘીમાં ભેળસેળ માલૂમ પડતાં રૂપિયા 3.20 લાખ અને ગાયના દૂધના ઘીમાં ભેળસેળ માલુમ પડતાં રૂપિયા 3.80 લાખનો કરાયો દંડ
ભૂજ શહેરમાં ફૂડ વિભાગે ભેળસેળિયા વેપારીઓ સામે ,લાલ આંખ કરી છે. ફૂડ વિભાગને મળેલી ફરિયાદને પગલે મહેશ દૂધ કેન્દ્ર ખાતેથી વેચાતા ગાયના દૂધ અને ભેંસના દૂધમાંથી બનેલા બંને પ્રકારના ઘી ના નમૂના લઈને તેનું પરીક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું. નાયબ કલેકટર સમક્ષ કેસ ચાલી જતાં ભેંસના દૂધના ઘીમાં ભેળસેળ માલૂમ પડતાં રૂપિયા 3.20 લાખ અને ગાયના દૂધના ઘીમાં ભેળસેળ માલુમ પડતાં રૂપિયા 3.80 લાખનો દંડ કરવામાં આવ્યો છે. શુધ્ધ ઘીના નામે વેચાતા ગાયના અને ભેંસના દૂધના ઘી માં વનસ્પતિ ઘી ની ભેળસેળ સામે આવતાં આમ કુલ સાત લાખ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો હતો.
