Skip to main content
Settings Settings for Dark

સુજલામ- સુફલામ જળ અભિયાન અંતર્ગત સંતરામપુરના નાની સાસણ ગામે તળાવ ઉંડુ કરવા શ્રમ યજ્ઞ હાથ ધરાયો 

Live TV

X
  • મુખ્યમંત્રી વિજ્યભાઈ રૂપાણીએ કર્યું હતું આ આ શ્રમ યજ્ઞનું નિરીક્ષણ. અભિયાનને પરિણામે ચોમાસામાં 11 હજાર લાખ ઘન ફૂટ જળ સંગ્રહ ક્ષમતા વધશે

    સુજલામ- સુફલામ જળ અભિયાન અંતર્ગત રાજ્યભરમાં જળ સંચયની દિશામાં કાર્યો થઈ રહ્યા છે. મહિસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના નાની સાસણ ગામે પણ આ યોજના અંતર્ગત તળાવ ઉંડુ કરવા શ્રમ યજ્ઞ હાથ ધરાયો છે. આ શ્રમ યજ્ઞનું નિરીક્ષણ કર્યા બાદ મુખ્યમંત્રી વિજ્યભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે જળસંચય ક્ષમતા વધારવાના આ કાર્યમાં અનેક સ્વૈચ્છિક, ધાર્મિક સંસ્થાઓ, ઉદ્યોગ ગૃહો અને શૈક્ષણિક સંસ્થાઓ પણ સહયોગ આપી રહી છે. આ અભિયાનને પરિણામે ચોમાસામાં 11 હજાર લાખ ઘન ફૂટ જળ સંગ્રહ ક્ષમતા વધશે. રાજ્યમાં 4,537 જે.સી.બી. અને 2,700 ટેકટર આ કામે લાગેલા છે. પીવાના પાણી અને દુષ્કાળની સ્થિતિ ભૂતકાળ બની રહેશે. આ પ્રસંગે પંચામૃત ડેરી દ્વારા મહિસાગર જિલ્લામાં જળસંચયના કામો માટે રૂપિયા 11 લાખનો ચેક પણ અર્પણ કર્યો હતો. મુખ્યમંત્રીએ લુણાવાડા ખાતે સરકારી કર્મમચારીઓ માટે તૈયાર થયેલા 90 આવાસનું લોકાર્પણ પણ કર્યું હતું. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
apply