અનલોક વન અંતર્ગત આજથી ખુલ્યા ધાર્મિક સ્થળ, શોપિંગ મોલ, રેસ્ટોરેટન્ટ અને હોટલ
Live TV
-
ગોવા અને ભોપાલમાં હાલ પુરતા નહીં ખુલે ધાર્મિક સ્થળ
ગુજરાતમાં આજથી કેટલાક મંદિરો ખુલ્યાછે. તો કેટલાક મંદિર 12 જૂનથી દર્શન માટે ખુલશે. આજે સોમનાથ, દ્વારકા અને ચોટિલાનું મંદિર ખુ્લ્યું હતુ. તો અંબાજી, બહુચરાજી, સહિતના જગપ્રસિદ્ધ મંદિરો 12 જૂને ખુલશે. જ્યારે પાવાગઢનું મંદિર વિકાસ કાર્ય ચાલુ હોવાને કારણે 20 જૂને ખુલશે.આજથી રાજ્યના અન્ય મંદિરોની જેમ દ્વારકાધીશ જગત મંદિરના , દ્વાર ખુલ્યા હતા. સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન કરી ને ભક્તોએ શાંતિ પૂર્વક દર્શન કર્યા હતા. જોકે ભક્તોની આરોગ્યની ટીમ દ્વારા ચકાસણી પણ કરાઇ હતી.
આજથી સમસ્ત લેઉઆ પટેલ સમાજના આસ્થાનું કેન્દ્ર શ્રી ખોડલધામ મંદિર દર્શનાર્થી માટે ખુલી ગયા છે.. સરકારશ્રીએ છૂટછાટ આપતા શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેનશ્રી નરેશભાઈ પટેલ સહિતના ટ્રસ્ટીમંડળ દ્વારા નિર્ણય લઈને તમામ ગાઈડલાઈનનું પાલન કરીને મંદિર પરિસર ખોલવાનું નક્કી કર્યું હતુ.. ટ્રસ્ટનાના નિર્ણયને ભાવિકો પણ આવકારી રહ્યા છે. ગત તારીખ ૨૦ માર્ચથી ખોડલધામ મંદિર કોરોના વાઇરસના પગલે દર્શનાર્થીઓ માટે બંધ કરી દેવાયું હતું હવે જ્યારે ૮૦ દિવસ બાદ ૮ જૂનથી ખોડલધામ મંદિર ખુલી રહ્યું છે ત્યારે દર્શનાર્થીઓના અંતરમાં પણ આનંદની લાગણી જોવા મળી રહી છે જો કે હવે દર્શન વ્યવસ્થામાં અનેક પ્રકારના ફેરફાર સાથે મંદિર ખુલશે 8 જૂનથી ભક્તો માટે સવારના ૬-૩૦ થી સાંજના ૬-૩૦ સુધી જ મંદિર પરિસર દર્શન માટે ખુલ્લું મૂકાયુ છે.. શ્રી ખોડલધામ મંદિર સવારે અને સાંજે થતી આરતીનો લહાવો હાલ પૂરતો કોઈ ભક્તો નહીં લઈ શકે. મંદિરના પ્રવેશદ્વાર પર થર્મલ ગનથી તમામ ભક્તોના શરીરનું તાપમાન માપવામાં આવશે અને જો વધુ તાપમાન જણાય તો મંદિરમાં પ્રવેશ આપવામાં નહિ આવે. ઉપરાંત મુખ્ય પ્રવેશદ્વાર પર હાથ સેનિટાઈઝ કરીને જ પ્રવેશ આપવામાં આવશે. મંદિર પરિસરમાં પ્રવેશનાર દરેક ભક્તોએ માસ્ક પહેરવું ફરજિયાત રહેશે અને અંદર પ્રવેશ્યા બાદ સોશિયલ ડિસ્ટન્સનું ખાસ પાલન કરવું પડશે.
