ગુજરાતમાં અનેક સ્થળોએ મેઘમહેર, અમરેલીના શેત્રુંજી નદીમાં નવા નીરની આવક
Live TV
-
મહુવાની ભાદરોડી નદીમાં ઘોડાપુર આવતાં , એક બાઈક પાણીમાં તણાઈ ગયું હતું
રાજ્યમાં સર્વત્ર મેઘરાજાની એન્ટ્રી થઈ ચુકી છે. અસહ્ય ગરમી પછી થઇ રહેલા વરસાદને કારણે , વાતાવરણ ખુશનુમા બની ગયુ છે. અમરેલીમાં ધોધમાર વરસાદ થતાં , શેત્રુંજી નદીમાં પાણીની આવક થઇ છે. નદીમાં આવેલા નવા નીરથી , ગારીયાધાર નજીકના લુંવારા ગામના ખેડૂતોમાં , હર્ષની હેલી પ્રસરી ગઈ છે. ઠેરઠેર વરસાદને લીધે પાણી ભરાયા છે. તો ઘણી જગ્યાએ , વૃક્ષો ધરાશયી થવાની ઘટનાઓ બની છે. મહુવાની ભાદરોડી નદીમાં ઘોડાપુર આવતાં , એક બાઈક પાણીમાં તણાઈ ગયું હતું. જો કે બાઈક સવારનો આબાદ બચાવ થયો છે. દ્વારકાના ખંભાળિયામાં ભારે વરસાદ નોંધાયો હતો. બીજી તરફ રાજકોટમાં બપોર બાદ , વેરાવળ અને ગોંડલમાં અસહ્ય ગરમી પછી , ધોધમાર વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં વાવણી લાયક વરસાદ થતાં , ખેડૂતોમાં ખુશી છવાઈ ગઈ છે. જો કે શહેરા તાલુકાના ડોકવા, પસનાલ સહિતના કેટલાક ગામોમાં , બાજરી સહિતનો પાક વાવેલો હોવાથી , ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. પંચમહાલના કાલોલ અને આસપાસના વિસ્તારોમાં , ભારે પવન સાથે વરસાદ શરૂ થતા , વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. સૂત્રાપાડા, ગીર લોઢવા, પ્રશ્નાવડા સહિતના ગામડાઓ ,, ઉનાના શાણા વાંકિયા, નાળીયેરી મોલી, મોટી મોલી , અને સમઢીયાળીમાં પણ વરસાદ થતાં , લોકોને ગરમીથી રાહત મળી હતી. મહેસાણામાં બપોર પછી , વરસાદી માહોલ જામ્યો હતો
