અનલોક-4 માટેની રાજ્ય સરકારની ગાઈડલાઈન જાહેર
Live TV
-
હવેથી દુકાનો ખુલ્લી રાખવા અંગે કોઈ સમય મર્યાદા નહિં, પલ્બિક ગાર્ડન અને ધાર્મિક સ્થળો ખોલવા પરનો પ્રતિબંધ હટાવાયો
કેન્દ્ર સરકાર દ્વારા અનલોક-4 ના દિશા-નિર્દેશ ગઈકાલથી લાગુ થઈ ગયા છે. ત્યારે રાજ્ય સરકારે પણ અનલોક-4 માટેની ગાઈડલાઈન બહાર પાડી છે. નવી ગાઇડલાઇન પ્રમાણે દુકાનો ખુલ્લી રાખવા માટેની સમયમર્યાદા હટાવી લેવાઈ છે. જો કે સિનેમાહોલ અને મલ્ટીપ્લેક્સ પર પ્રતિબંધ યથાવત રાખવામાં આવ્યો છે. જો કે, 21 સપ્ટેમ્બરથી ઓપન એર થિયેટર ખોલી શકાશે. રેસ્ટોરન્ટ હવેથી 11 વાગ્યા સુધી ખુલ્લા રાખી શકાશે. 21 સપ્ટેમ્બરથી ધાર્મિક-રાજકીય કાર્યક્રમોમાં 100થી વધુ લોકો સામેલ થઇ શકશે નહીં. જ્યારે સ્કૂલ-કોલેજો હજુ પણ 30 સપ્ટેમ્બર સુધી બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. 60 ટકા કેપેસીટી સાથે લાયબ્રેરી ખોલવાની પરવાનગી મળી છે.
▪️ સ્કૂલો નહીં ખુલે પણ અન્ય શૈક્ષણિક કાર્યોમાં રાહત
▪️ 21 સપ્ટેમ્બરથી શૈક્ષણિક સંસ્થાઓમાં 50 ટકા શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફને ઓનલાઈન શિક્ષણ-ટેલિ કાઉન્સેલિંગ માટે બોલાવી શકાશે. આ બાબતે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલી SOPનું પાલન કરવું પડશે.
▪️ 21 સપ્ટેમ્બરથી આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલી SOP અનુસાર કન્ટેન્ટમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં ધો.9થી 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સ્વૈચ્છિ ધોરણે શિક્ષકોના માર્ગદર્શન અર્થે વાલીની લેખેતિપૂર્વ મંજૂરી મેળવી સ્કૂલે જઈ શકશે.
▪️ સ્કિલ ડેવલપમેન્ટ ટ્રેનિંગ ઈન્સ્ટિટ્યૂટ 21 સપ્ટેમ્બરથી આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલી SOP અનુસાર શરૂ કરી શકશે.
▪️ ટેકનિકલ એન્ડ પ્રોફેશનલ પ્રોગ્રામ્સ ફોર PH.D અને અન્ય પોસ્ટ ગ્રેજ્યુએટ્સ કે જેમાં લેબ કે પ્રાયોગિક કાર્ય જરૂરી હોય તે અંગે ઉચ્ચ શૈક્ષણિક વિભાગ દ્વારા ગૃહમંત્રાલયના પરામર્શમાં નિર્ણય લેવામાં આવશે.