ભાવનગરમાં સરકારની માર્ગદર્શિકા અનુસાર યોજાઈ JEE પરીક્ષા
Live TV
-
ભાવનગરના સીદસર રોડ પર આવેલી જ્ઞાનમંજરી ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનોલોજી કોલેજ ખાતે આજથી JEE મેઈન પરીક્ષાનો બે તબક્કામાં પ્રારંભ થયો છે. કોરોના સંક્રમણને ધ્યાનમાં લઈને સરકારની માર્ગદર્શિકા અનુસાર આજથી શરુ થયેલી પરીક્ષામાં કુલ 750 વિદ્યાર્થીઓ ઓનલાઇન પરીક્ષા આપી .
આજે JEE પરીક્ષામાં આર્કિટેક્ચર & પ્લાનિંગનું પહેલું પેપર છે, સરકાર દ્વારા જાહેર કરાયેલી માર્ગદર્શિકા અનુસાર દરેક પરીક્ષાર્થી માસ્ક, સેનીટાઈઝર તેમજ સોશિયલ ડિસ્ટન્સની જાળવણીનો વિશેષ ખ્યાલ રાખવામાં આવી રહ્યો છે. વિદ્યાર્થીઓ ચિંતત હતા કે પરીક્ષાનું આયોજન જો નહીં થઈ શકે તો આગળનો અભ્યાસ કેવી રીતે શરું થશે, પરંતુ હવે પરીક્ષા લેવાઈ છે તો નવા દ્વારા ખુલ્યા છે, વિદ્યાર્થીઓમાં એક નવી આશાનો સંચાર થયો છે કે હવે વર્ષ નહીં બગડે અને આગળ અભ્યાસ પણ શરું થશે.