કડાણા ડેમમાં પાણીની આવકમાં ઘટાડો, વડોદરા,આણંદ,ખેડામાં રાહત
Live TV
-
મહી નદીમાં પાણી છોડવાનું ઓછુ કરતા હાડોળ બ્રિઝ તેમજ તાતરોલી બ્રિઝ પરના પાણી ઓસર્યા
કડાણા ડેમના ઉપરવાસમાંથી પાણીની આવકમાં ઘટાડો થતા ડેમમાંથી પાણીની જાવકમાં ઘટાડો કરવામાં આવ્યો છે.જેના પગલે મહી નદીમાં પાણી ઓસરતા વડોદરા, આણંદ અને ખેડા જિલ્લાના નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકો માટે રાહત બની રહેશે. કડાણા ડેમનું જળ સ્તર 417 ફૂટ છે જે 1 સપ્ટેમ્બરના રુલ લેવલ કરતા 1 ફૂટ વધારે અને ડેમની ભયજનક સપાટી 419 ફૂટ કરતા 2 ફૂટ ઓછું છે. કડાણા ડેમમાં 56 હજાર 634 ક્યુસેક પાણીની આવક સામે ડેમના 3 ગેટ પાંચ ફુટ ખોલી 24 હજાર 930 ક્યુસેક પાણી તેમજ 60 મેગાવોટના ચાર પાવર હાઉસ કાર્યરત કરી તેની મારફતે 20 હજાર ક્યુસેક પાણી મળી 44 હજાર 930 ક્યુસેક પાણી મહી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. મહી નદીમાં પાણી છોડવાનું ઓછુ કરતા હાડોળ બ્રિઝ તેમજ તાતરોલી બ્રિઝ પરના પાણી ઓસર્યા છે.