નર્મદા જિલ્લાનું કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠયું
Live TV
-
રાજપીપળી થી ડેડીયાપાડા અને સાગબારા ના માર્ગમાં માંડણ ગામ પાસે ઊંચા પહાડ પરથી પડતું કુદરતી ઝરણું પ્રવાસીઓ માટે આલ્હાદ્ક નજારો બની રહ્યું છે.ચોમાસામાં 43 ટકા વન વિસ્તાર ધરાવતા નર્મદા જિલ્લા નું કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠયું છે. વરસતા વરસાદ માં પહાડો પરથી વહેતુ પાણી ઝરણાં નું રૂપ ધારણ કરે છે અને આ કુદરતી ઝરણાં નર્મદા જિલ્લાના પહાડી માર્ગો પર ઠેરેઠેર જોવા મળે છે. રાજપીપળી થી ડેડીયાપાડા અને સાગબારા ના માર્ગ માં માંડણ ગામ પાસે ઊંચા પહાડ પરથી પડતું કુદરતી ઝરણું પ્રવાસીઓ માટે આલ્હાદ્ક નજારો બની રહ્યું છે. પ્રવાસનધામ ગણાતા નર્મદા જિલ્લામાં હાલ કોરોના ના મહાકાળ માં તમામ પ્રવાસન ધામો બંધ છે ત્યારે રસ્તામાં જ આવતું આ ઝરણું પ્રવાસીઓ મા અનેરું આકર્ષણ જમાવે છે. પોતાનું વાહન લઈને નીકળેલા પ્રવાસીઓ આ સ્થળે સહેજ વિરામ લઇ આ ઝરણાં નું સૌંદર્ય માણવાનું ચુકતા નથી. કેટલાક પ્રવાસીઓ સાથે દૂરદર્શને વાત કરી તો પ્રવાસીઓ નું કહેવું હે કે હાલ પ્રવાસનધામો બંધ છે ત્યારે આ કુદરતી પ્રવાસન સ્થળ અમને કોરોનનો કાળ ભુલાવી ભૂતકાળ માં લઇ જાય છે અને ખુબજ સુંદર હકારાત્મક ઉર્જા ભરે છે