Skip to main content
Settings Settings for Dark

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની ગુંડા તત્વોને સ્પષ્ટ ચેતવણી,આવનારા દિવસોમાં ગુંડા ગર્દી છોડવી પડશે અથવા ગુજરાત છોડવું પડશે

Live TV

X
  • મંત્રીમંડળની આગામી બેઠકમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી ગુંડા વિરોધી કડક કાયદા માટે ‘ધ ગુજરાત ગુંડા એન્ડ એન્ટી સોશિયલ એકટીવિટીઝ (પ્રિવેન્શન) એકટ’- ઓર્ડિનન્સ માટે પ્રસ્તાવ રજુ કરશે

    મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની ગુંડા તત્વોને સ્પષ્ટ ચેતવણી આપી છે અને કહ્યુ છે કે આવનારા દિવસોમાં ગુંડા ગર્દી છોડવી પડશે અથવા ગુજરાત છોડવું પડશે..મંત્રીમંડળની આગામી બેઠકમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી ગુંડા વિરોધી કડક કાયદા માટે ‘ધ ગુજરાત ગુંડા એન્ડ એન્ટી સોશિયલ એકટીવિટીઝ (પ્રિવેન્શન) એકટ’- ઓર્ડિનન્સ માટે પ્રસ્તાવ રજુ કરશે.

    -: આ ઓર્ડિનન્સની મહત્વપૂર્ણ જોગવાઇઓ :-

    ગુંડાગીરી કરનારા તત્વોને ૧૦ વર્ષ સુધીની સખત કેદ અને પ૦ હજાર રૂપિયાનો દંડ કરાશે

    ગુંડાઓ સામેના કેસ ચલાવી ઝડપી ન્યાયિક તપાસની કાર્યવાહી અને સજા માટે સ્પેશીયલ કોર્ટની રચના કરાશે

    ગુંડા તત્વો દ્વારા મેળવવામાં આવેલી મિલકત જિલ્લા મેજિસ્ટ્રેટ ટાંચમાં લઇ શકશે

    સાક્ષીઓને પુરતું રક્ષણ આપી નામ-સરનામા ગુપ્ત રાખવામાં આવશે.

    ગુનો નોંધતા પહેલા સંબંધિત રેન્જ આઇ.જી અથવા પોલીસ કમિશનરની પૂર્વ મંજૂરી આવશ્યક

    દારૂનો વેપાર-જુગાર-ગાયોની કતલ-નશાનો વેપાર-અનૈતિક વેપાર-માનવ વેપાર-બનાવટી દવાનું વેચાણ-વ્યાજખોરી-અપહરણ-ગેરકાયદે કૃત્યો આચરવા કે ગેરકાયદેસર હથિયારો રાખવા જેવી બદીઓને નશ્યત કરવા કડક કાયદાકીય જોગવાઇઓ કરાશે.

    પાસાની જોગવાઇઓનો વ્યાપ વિસ્તારી મહત્વપૂર્ણ સુધારાના વટહુકમ દરખાસ્ત સાથે શાંત-સલામત-સુરક્ષિત-સમૃદ્ધ ગુજરાતના નિર્માણમાં વધુ એક નક્કર કદમની મુખ્યમંત્રીશ્રીની પ્રતિબદ્ધતા

    રાજ્યની વિકાસયાત્રામાં અવરોધક બનનારા- જાહેર વ્યવસ્થાને ખલેલ પહોચાડનારા-હિંસા-ધાકધમકી-બળજબરીથી નિર્દોષ નાગરિકોનું શોષણ કરનારા ગુંડા તત્વોની પ્રવૃત્તિઓને સખ્તાઇથી ડામી દેવા મુખ્યમંત્રીશ્રીનો નિશ્ચય

    ગુંડાઓ-જમીન કૌભાંડકારો-ભ્રષ્ટ કર્મચારીઓ તથા ગૌવંશના હત્યારાઓને કાયદાના કડક અમલીકરણથી નશ્યત-નેસ્તનાબૂદ કરવાનો શ્રી વિજયભાઇ રૂપાણીનો નક્કર અભિગમ

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
apply