આરોગ્ય સચિવ જયંતિ રવિ આજથી 5 દિવસની રાજકોટની મુલાકાતે
Live TV
-
રાજકોટ શહેરમાં વકરી રહેલ કોરોના સંક્રમણને કાબુમાં લેવા માટે આરોગ્ય સચિવ જયંતિ રવિ આજથી 5 દિવસ રાજકોટ શહેરની મુલાકાતે છે. આરોગ્ય સચિવની સાથે અમદાવાદના ટોચના 10 ડોક્ટર્સ પણ રાજકોટ સિવિલમાં ડેપ્યુટ કરવામાં આવ્યા છે.
જ્યંતિ રવીએ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. બાદમાં તેઓએ મીડિયા સાથે વાતચીત કરત જણાવ્યું હતું કે સરકારી ગાઈડ લાઈનથી વધારે રૂપિયા વસુલતી હોસ્પિટલો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટમાં મૃત્યુ દર ઘટાડવા અને એક પણ મોત ન થાય એ પ્રકારના સરકારના પ્રયાસો છે. 15 રેસિડન્ટ ડોક્ટર સહિતનો સ્ટાફ અન્ય જિલ્લામાંથી રાજકોટ ડાયવર્ટ કરવામાં આવ્યા છે. તેને જરૂરી સાધનો, વેન્ટિલેટર, દવા સહિતની તમામ વસ્તુ , પૂરી પાડવામાં આવી રહી છે.
