રાજ્યમાં JEE-NEET ની પરીક્ષાની તૈયારીઓ સુચારુ આયોજન સાથે પૂર્ણ
Live TV
-
રાજ્યભરમાં કોરોના સંક્રમણ સંબંધિત સંપૂર્ણ તકેદારી સાથે JEE (main) તથા NEETની પરીક્ષા યોજાશે. JEE (Main)ની પરીક્ષા એકથી છ સપ્ટેમ્બર દરમિયાન તથા NEETની પરીક્ષા 13 સપ્ટેમ્બરના રોજ યોજાશે.
આ પરીક્ષાના સુચારુ આયોજનની શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ સમીક્ષા કરતા જણાવ્યું હતુ કે, સમગ્ર પરીક્ષા Covid-19ની મહામારીની પરિસ્થિતિમાં તથા વધુ વરસાદના સંજોગોમાં સારી રીતે પરિપૂર્ણ થાય તે માટે વહીવટીતંત્ર સંપૂર્ણપણે સુસજ્જ છે.
શિક્ષણ મંત્રીએ રાજ્યના ૧૫ જેટલા જિલ્લા કલેક્ટરો સાથે વેબીનારના માધ્યમથી વાતચીત કરી હતી અને સંપૂર્ણ તકેદારી સાથે પરીક્ષા પાર પડે તે માટે વહીવટીતંત્રને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. રાજ્યભરના ૧૩ જિલ્લાના ૩૨ કેન્દ્રો ખાતેથી ૩૮,૧૬૭ વિદ્યાર્થીઓ JEE ની પરીક્ષામાં તથા ૧૦ જિલ્લાના ૨૧૪ કેન્દ્ર ખાતેથી ૮૦,૨૯૦ વિદ્યાર્થીઓ NEETની પરીક્ષામાં જોડાશે.
