અમદાવાદઃ કોરોના સંક્રમણને પગલે શહેરના 27થી વધુ વિસ્તારોમાં રાત્રે દુકાનો 10 વાગ્યા પછી બંધ
Live TV
-
અમદાવાદમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણને જોતા AMCનો મહત્વનો નિર્ણય
અમદાવાદમાં એસ.જી. હાઇવે, પ્રહલાદનગર, સિંધુ ભવન રોડ પરની તમામ દુકાનો , રાત્રે 10 વાગ્યા પછી બંધ રાખવાનો નિર્ણય , અમદાવાદ કોર્પોરેશન દ્વારા લેવાયો છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવતા એસ.જી.હાઇવે, પ્રહલાદનગર, બોપલ, સાયન્સ સિટી રોડ, ઇસ્કોન વગેરે સ્થળોએ કોરોનાની ગાઈડ લાઈનનું પાલન થતું ન હોવાનું કોર્પોરેશનના ધ્યાને આવ્યું હતું.
ખાસ કરીને રાત્રિના સમયે , આ તમામ વિસ્તારોમાં મોટી સંખ્યામાં યુવાનોના ટોળા ભેગા થતા હતા. જેને લઈ આજે અધિક મુખ્ય સચિવ ડો. રાજીવ ગુપ્તાએ , મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમાર સહિત અન્ય અધિકારીઓ સાથે બેઠક કરી આગામી દસ દિવસ સુધી શહેરના એસજી હાઇ વે, વસ્ત્રાપુર, બોપલ અને સોલાના 27 જેટલા વિસ્તારમાં રાત્રે 10 વાગ્યા બાદ તમામ દુકાનો બંધ રાખવાનો નિર્ણય લીધો છે.
આ વિસ્તારોમાં માત્ર દવાની દુકાનો જ ચાલુ રહી શકશે. આ નિર્ણયનો, આજથી જ અમલ કરવા આદેશ કરાયો છે. યુવાનો દ્વારા ટોળાંમાં બેસી , અને કોરોનાની ગાઈડ લાઈનના ભંગને અટકાવવા , તેમજ તેમના પરિવારમાં બાળકો અને વૃદ્ધોને , કોરોના સંક્રમણથી બચાવવા માટે, એ.એમ.સી. દ્વારા , આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
