અમદાવાદઃ મધ્યપ્રદેશની 18 મહિનાની બાળકીની નિ:શુલ્ક સર્જરી,વાલીએ તબીબોનો આભાર માન્યો
Live TV
-
અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં મધ્યપ્રદેશની 18 મહિનાની બાળકીના પેટમાંથી 400 ગ્રામના અવિકસિત ભ્રૂણને કાઢવાની જટીલ સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી હતી. સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડોક્ટર જે.વી . મોદીએ જણાવ્યું હતું કે, મધ્ય પ્રદેશની વેદિકાના વાલી હર્ષિતભાઇએ સિવિલ હોસ્પિટલના ટ્વિટર હેન્ડલ પર બાળરોગ સર્જરીની વિવિધ પોસ્ટ જોઈને અમારો સંપર્ક કર્યો હતો. ત્યાર બાદ બાળરોગ સર્જરીના વડા ડો. રાકશે જોષીએ તેમને હકારાત્મક પ્રતિભાવ આપતા તેઓ બાળકીને લઇને અમદાવાદમાં આવ્યા હતા અને ઓપરેશન દ્વારા બાળકીના પેટમાંથી અવિકસિત ભૂ્ણ દૂર કરવામાં આવ્યું હતું. ડોક્ટર રાકેશે જણાવ્યું હતું કે તેમની વીસ વર્ષની કારર્કિર્દીમાં આ પ્રકારની આ ત્રીજી સર્જરી છે. મધ્યપ્રદેશથી ગુજરાત આવીને સમગ્ર સારવાર નિ:શુલ્ક ઉપલબ્ધ થવા બદલ અને સિવિલ હોસ્પિટલમાં શ્રેષ્ઠ સારવાર અને સુવિધા મળવા બદલ સિવિલ હોસ્પિટલના તબીબો રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો વાલી એ આભાર માન્યો હતો.
