Skip to main content
Settings Settings for Dark

ઇકોફ્રેન્ડલી વૈદિક રાખડીઓ રાખડી બનાવી મહિલાઓ મેળવી રહી છે રોજગારી

Live TV

X
  • 35 જેટલી મહિલાઓ આ વૈદિક રાખડીઓ બનાવી કમાણી પણ કરી રહી છે

    કોરોના મહામારીનો સમય ચાલી રહ્યો છે તેથી વ્યવસાય,રોજગાર ઠપ્પ થઇ ગયા છે ત્યારે કેટલા સમયથી લોકો આત્મનિર્ભર બની રોજગારીના સાધનો વિકસાવી રહ્યા છે અને આગળ વઘી રહ્યા છે. તેમાં પણ એકો ફ્રેન્ડલી અને પર્યાવરણ માટે ઉપયોગી વસ્તુ અને સાધનો વાપરી વસ્તુઓનું નિર્માણ કરી રહ્યા છે.
    છેલ્લા ઘણા સમયથી ગૌ આધારિત વસ્તુઓના વપરાશનું પ્રમાણ વધ્યું છે.તેમાં પણ ગાયના છાણનો ઉપયોગ કરીને વિવિધ ઇકોફ્રેન્ડલી વસ્તુઓ બનાવવામાં આવી રહી છે.છેલ્લા બે વર્ષથી દિવાળીમાં ગાયના છાણમાંથી બનાવવામાં આવેલ દીવાઓ અને હોળીમાં ગાયના છાણમાંથી બનાવવામાં આવેલ સ્ટીકનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.બીજી તરફ ગાય આધારિત ખેતી પણ વધી છે. જેના કારણે ગાયમાતાનું મહત્વ તો સચવાયુ જ છે. સાથે સાથે લોકોમાં ઇકોફ્રેન્ડલી અને સ્વદેશી વસ્તુઓ પ્રત્યે લગાવ પણ વધ્યો છે અને એમાં પણ આ વખતે છાણમાંથી બનાવેલ ઇકોફ્રેન્ડલી વૈદિક રાખડીઓ બજાર માં હાલ આકર્ષણ જમાવી રહી છે અને આ રાખડીઓ ઘણી આદિવાસી મહિલાઓને રોજી રોટી પણ આપી રહી છે.હાલ 35 જેટલી મહિલાઓ આ વૈદિક રાખડીઓ બનાવી કમાણી પણ કરી રહી છે.આ રાખડી બજાર માં 30 રૂપિયા માં મળે છે.
    દિવાળીમાં ઇકો ફ્રેન્ડલી દિવાઓ અને હોળીમાં છાણ માંથી સ્ટીક તો બધા એ જ જોઈ છે.પંરતુ છાણમાંથી બનાવવામાં આવેલ વૈદિક રાખડી પ્રથમવાર લોકોએ જોઇ હતી. છાણ માંથી બનાવેલી રાખડી એ હાથમાં બાંધવાથી પણ એક અલગ ઊર્જા મળતી હોય છે. આ રાખડીઓ મહિલાઓમાં એક આકર્ષણનું કેન્દ્ર બની હતી.મોટાભાગની મહિલાઓ આ રાખડીની ખરીદી કરતા નજરે ચડી હતી.લોકોમાં ખરીદીમાં ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
apply