Skip to main content
Settings Settings for Dark

પાટણના નવા ગંજબજાર ખાતે વિનામૂલ્યે અન્ન વિતરણનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાશે

Live TV

X
  • ૫૦ મુદ્દા અમલીકરણ સમિતિના કાર્યવાહક અધ્યક્ષશ્રી આઈ.કે.જાડેજાની ઉપસ્થિતિમાં NFSA હેઠળ સમાવિષ્ટ લાભાર્થીઓને કરાશે વિતરણ

    રાજ્ય સરકારના લોકાભિમુખ વહિવટ અને સુશાસનના પાંચ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ વિનામૂલ્યે અન્ન વિતરણ કાર્યક્રમ યોજાશે. પાટણના નવા ગંજબજાર ખાતે ૫૦ મુદ્દા અમલીકરણ સમિતિના કાર્યવાહક અધ્યક્ષશ્રી આઈ.કે.જાડેજાની ઉપસ્થિતિમાં NFSA હેઠળ સમાવિષ્ટ લાભાર્થીઓને અનાજ વિતરણ કરવામાં આવશે.
    પાટણ જિલ્લામાં રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા-૨૦૧૩ હેઠળ સમાવેશ કરવામાં આવેલા ૨,૧૧,૭૯૪ રેશનકાર્ડધારકોની ૧૦,૨૩,૪૨૮ જનસંખ્યાને ઓગષ્ટ-૨૦૨૧નું વિનામૂલ્યે અનાજ વિતરણ કરવામાં આવશે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ વિનામૂલ્યે અન્ન વિતરણ કાર્યક્રમ અંતર્ગત જિલ્લાની ૫૦૪ વાજબી ભાવની દુકાન પૈકી પ્રત્યેક દુકાન પરથી ૫૦ લાભાર્થીઓને ૩.૫૦૦ કિ.ગ્રા ઘઉં તથા ૧.૫૦૦ કિ.ગ્રા ચોખા મળી કુલ ૦૫ કિ.ગ્રા. અનાજનો જથ્થો વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
apply